ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ, મહેસાણામાં મેઘધનુષ સર્જાતા અદભુત નજારો જોવા મળ્યો - મેઘધનુષ
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે જ્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તો બીજી તરફ ઇન્દ્રદેવે પણ પોતાની હાજરી આપી દર્શન આપતા અવકાશમાં મેઘધનુષ સર્જાયુ હતું. જે કુદરતી સપ્તરંગી પટ્ટાનો અદભુત નજારો જોનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તો સમગ્ર જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે દિવસ દરમિયાન અંધાર પટ જેવો માહોલ જોવા મળ્યો હતો.