વિસનગરમાં અધિકારીની અનિયમિત હાજરીથી અરજદારો રજડ્યા
🎬 Watch Now: Feature Video
મહેસાણા : વિસનગર તાલુકા પંચાયતમાં તાલુકાના અરજદારનો સતત ઘસારો રહેતો હોય છે. તેવામાં લોકડાઉનમાં તમામ અરજદારોને કામકાજ અટવાઈ પડ્યા હોઈ હવે અનલોકમાં મળેલી છૂટછાટ બાદ અરજદારો પોતાના કામકાજ માટે તાલુકા પંચાયત કચેરી આવતા આજે ગુરુવારે સમાજ કલ્યાણ અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી. તો કચેરીમાં અધિકારી ન આવ્યા હોઈ જેના પગલે આવેલા અરજદારોએ હંગામો મચાવ્યો હતો. તો અરજદારોના હંગામા બાદ અન્ય કર્મચારીને ચાર્જ સોંપી સમાજ કલ્યાણ લક્ષી કામ આગળ હાથ ધરાયુ હતું. આ તકે અરજદારોના આક્ષેપ મુજબ સમાજ કલ્યાણની કામગીરી માટે વિસનગર તાલુકા પંચાયતમાં આવતા મહિલા અધિકારી સતત ત્રણ અઠવાડિયાથી ગેરહાજર રહે છે. જેને લઈ અરજદારો અકળાયા હોવાથી આજે ગુરુવારે હંગામો મચાવ્યો હતો તો અધિકારીઓ અને કર્મચારીઓની અનિયમિતતાની પરેશાની વહેલી તકે દૂર થાય તેવી આશા અરજદારો રાખી રહ્યા છે.