બેન્કના કામકાજમાં પણ દેખાઈ કોરોનાની અસર - પાટણની બેન્કોમાં 5 વ્યક્તિઓને જ પ્રવેશ
🎬 Watch Now: Feature Video
પાટણ: ભારત સહિત ગુજરાતમાં પણ વધી રહેલા કોરોના વાઇરસના પ્રકોપને લઈને ભારત સરકારે તમામ બેન્કોમાં ભીડ એકત્ર ન થાય તે માટે આદેશ જારી કર્યા છે. જેને પગલે બેન્કના મુખ્ય દરવાજા પર ઊભા રહેતા સિકયુરિટી ગાર્ડ દ્વારા 5 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવે છે. ગ્રાહકોના હાથ સેનેટાઈઝરથી સાફ કરાવવામાં આવે છે. બેન્કના કર્મચારીઓને ફરજીયાત માસ્ક પહેરી કામ કરવાની સૂચનાઓ આપી છે. કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યુ છે.