રાજ્યપાલે ગાંધી આશ્રમથી પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો - પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ચિકિત્સા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં રાજ્યપાલે લોકોને સંબોધ કર્યું હતું, ત્યારબાદ તેમણે આરોગ્ય યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા અમદાવાદ, ગાંધીનગર, માણસા, મહેસાણા, પાટણ, હિંમતનગર, વડોદરા, રાજકોટ, જામનગર અને પોરબંદર પહોંચશે. યાત્રાનો ઉદ્દેશ લોકોમાં પ્રાકૃતિક ચિકિત્સા અંગે જાગૃતિ લઇ આવવાનો છે અને તેના ફાયદા પહોંચાડવાનો છે.