જામનગર: પગાર મુદ્દે G.G હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ હડતાલ પર - jamnagar letest news
🎬 Watch Now: Feature Video
જામનગર: G.G હોસ્પિટલમાં વર્ગ-4ના કર્મચારીઓ 2 દિવસથી હડતાલ કરી રહ્યા છે. છેલ્લા 4 મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ચૂકવવામાં ન આવતા આખરે હડતાલનું હથિયાર ઉગામ્યું છે. મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો કે, કોઈ ઉકેલ ન આવતા કોંગ્રેસનાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમને તમામ સફાઈ કર્મચારીઓએ રજૂઆત કરી છે. વિક્રમ માડમે સફાઈ કર્મચારીઓને બાંહેધરી આપી છે કે, આગામી 14મી સુધીમાં પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. મોટાભાગના સરકારી કર્મચારીઓનું pf પણ અટકાવામાં આવ્યું છે. તો છેલ્લા ચાર મહિનાથી પગાર પણ આપવામાં આવ્યું નથી. જેના કારણે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.