વિસાવદર તાલુકામાં કૂવામાં પડેલા દીપડાને વનવિભાગે કર્યો રેસ્ક્યુ - The forest department of junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: વિસાવદર તાલુકાના મોટા હડમતિયા ગામના એક ખેતરમાં આવેલા કૂવામાં અકસ્માતે દીપડો પડી ગયાની જાણ ખેડૂતને થતા ખેડૂતે સમગ્ર ઘટનાની જાણકારી વિસાવદર વનવિભાગને આપી હતી. જેથી વનવિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ વનવિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. જે બાદ દીપડાને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. રાત્રિના સમયે કોઈ શિકારની પાછળ દોડતી વખતે આ દીપડો કૂવામાં પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. સદનસીબે કૂવામાં આખી રાત વિતાવ્યા છતાં પણ દીપડો હેમખેમ બહાર નીકળ્યો હતો જેને લઇને ખેડૂતો અને વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.