જૂનાગઢ: ખલિલપુર રોડ પર કારમાં લાગી આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો - Junagadh news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના ખલિપુર રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હોવાની જાણ જૂનાગઢ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આસપાસ રહેતા લોકોએ સમગ્ર મામલે જાણકારી આપી હતી. પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર કારચાલક પુરપાટે આવી રહ્યો હતો. કેટલાક રાહદારીઓને અડફેટે પણ લીધા હતા. જેને પરિણામે કાર પલટી ગઈ હતી અને કાર પલટી જતા કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો, જે બાદ કેટલાક લોકોએ ઉશ્કેરાટમાં કારને આગ ચાંપી હોવાની માહિતી સામે આવી છે.