દ્વારકાના ખંભાળીયા નગર પાલિકાના કારોબારી ચેરમેન પર ઘાતક હુમલો, પોલીસે તપાસ હાથ ધરી - chairman
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: ભાજપ શાસિત ખંભાળીયા નગર પાલિકાના કારોબારી ચેરમેન પર અજાણ્યા શખ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘાતક હુમલો ચેરમેન દીપેશ ગોકાણી પર અજાણ્યા બે ઈસમોએ ધોકા-પાઇપ વડે કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા યુવા કાર્યકર પર હુમલો થતાં લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. દીપેશ ગોકાણીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતો. પોલીસે ફરિયાદ નોંધી હુમલો પોલિટિકલ હેતુ થયો છે કે શું તે અંગે તપાસ હાથ ધરી છે.