2020ની સંધ્યાએ મહેસાણાના બજારોમાં નિરાશા જોવા મળી - Mehsana market
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ઈટીવી ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે મહેસાણાના બજારો આજે 2020 વર્ષના અંતિમ દિવસે એટલે કે 31stની સંધ્યાએ લોકો બજારોમાં ઓછા આવતા નિરાશ રહ્યા હતા. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આ વખતે લોકો અંતિમ દિવસની ઉજવણીની તૈયારીઓ માટે બજારો પહોંચ્યા નથી, જેને કારણે બજારોમાં ખરીદી અને વેપારની સ્થિતિ પણ માળગતિએ રહી હતી. મહેસાણા શહેરના બજારો સામાન્ય રીતે વર્ષના અંતિમ દિવસે એટલે કે 31stને લઈ ઉજવણીની જોરશોરથી તૈયારીઓ થતી હોય છે, જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે બજારોમાં લોકોની ઓછી ભીડ રહી હતી. આમ જાણે કે 31stએ વર્ષના અંતિમ દિવસે પહેલી વાર આ પ્રકારની સ્થિતિ જોકે મળી હતી.