કચ્છ સરહદની સુરક્ષા માટે એજન્સીઓના સંકલન પર ભાર, મહાનિર્દેશક પહોંચ્યા સરહદ પર - Kutch news
🎬 Watch Now: Feature Video
કચ્છઃ સરહદના મુલ્યાકંન નિરીક્ષણ કચ્છની મુલાકાતે પહોંચેલા BSFના મહાનિદેર્શેક એસ.એસ દેશવાલ શુક્રવારે દરિયાઈ ક્રિક વિસ્તારમાં પહોંચ્યા છે. ગઈકાલ ભુજ આવ્યા બાદ કોટેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પુજા કરીને આ કાફલાએ વિવિધ પોસ્ટની મુલાકાત લીધી હતી. BSFના કાર્યવાહક મહાનિર્દેશક એસ.એસ દેશવાલે પોતાની મુલાકાતના બીજા દિવસે હરામી નાળા સહિતના બોર્ડર પિલ્લર નંબર 1175 સહિતની મુલાકાતે પહોંચ્યા છે. આ ઉપરાંત દરિયાઈ ક્રિકનું પણ જાતે નિરિક્ષણ કરી રહ્યા છે.દિવસભર તેઓ વિવિધ સીમાચોકીઓ અને સરહદનુ નિરીક્ષણ કરશે. ગુરૂવારે તેઓ ભૂજ ગયા હતા. બાદ તેઓ ભુજ ખાતે સુરક્ષા કોર કમિટિની બેઠક યોજી હતી.