મોરબીમાં "મહા" વાવાઝોડાને પગલે કલેકટરે બેઠક બોલાવી - morbi letest news
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લા કલેકટર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી અને વાવાઝોડાને પગલે તમામ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ હતી. "મહા" વાવાઝોડું દરિયામાં આવનાર હોય જેથી મોરબી જીલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માળિયા તાલુકાના નવલખી, વર્ષામેડી, બોડકી, જાજાસર, દેવગઢ, હરીપર, કાજરડા, નવા હંજીયાસર, જુના હંજીયાસર, બગસરા, ભાવપર, ચમનપર, લક્ષ્મીવાસ, ખીરસરા, વવાણીયા, તેમજ મોરબી તાલુકાના ઊંટબેટ-સામપર, રામપર પાડાબેકર, જીન્જુડા, ફડસર ઉપરાંત હળવદ તાલુકાના ટીકર, માનગઢ, અજીતગઢ અને ખોડ મળીને 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે પણ સુચના આપાઇ છે. તંત્ર દ્વારા શક્ય તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.