અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય ટીમે કોર્પોરેશનના અધિકારીઓનો ઊધડો લીધો - latest news of covid 19
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી કેન્દ્રીય આરોગ્ય ટીમ આજથી 29 તારીખ સુધી ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે. ત્યારે કેન્દ્રની ટીમ આજે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઇને નિરીક્ષણ કરશે. કોરોનાની સમીક્ષા કરવાથી લઇને ગુજરાત પહોંચેલી ટીમે અમદાવાદના ગોતા, ઘાટલોડિયા વિસ્તારમાં નિરીક્ષણ કર્યુ હતું. જેમાં તેમણે કોર્પોરેશનના અધિકારીઓને સાથે પ્રશ્નોત્તરી કરી હતી. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે અલગ-અલગ જવાબ આપવામાં આવતા લવ અગ્રવાલ ભડક્યા હતા અને કહ્યું હતું કે એક વ્યક્તિ સરખો જવાબ આપો મારો સમય ન બગાડો. તેમણે ધનવંતરી રથમાં ટેસ્ટ અંગે પણ પૂછ્યું હતું.લવ અગ્રવાલે સવાલે કર્યો હતો કે, શુ રથ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉભો છે? રથમાં કોરોનાનાં ટેસ્ટ થાય છે?