ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પુલ ધરાશાયી - ગીર સોમનાથ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે. ત્યારે વર્ષો પહેલા બંધાયેલા પુલ ગામલોકો માટે ખતરા રૂપ બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ અને માધવાડ ગામની વચ્ચે એક કોઝવે બ્રીજ ધરાશાયી થતા બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો. તંત્ર દ્વારા વહેલી તકે બંને ગામ વચ્ચેનો સંપર્ક પૂર્વવત કરવા કામગીરી હાથ ધરાઇ હતી. સાથે જ પુલ તૂટવા સમયે કોઇ રાહદારી પુલ પાસે ના હોવાથી કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી.