સુરતમાં 'શહીદોને સલામ' તૃતીય સન્માન સમારોહમાં વીર શહીદોના પરિવારને કરાયા સન્માનિત - મારુતિ વીર જવાન ટ્રસ્ટ
🎬 Watch Now: Feature Video
સુરત: મારુતિ વીર જવાન ટ્રસ્ટ સુરત દ્વારા 'શહીદોને સલામ ' તૃતીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વીર શહીદોના 122 જેટલા પરિવારને ભવ્ય સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સહાયરૂપે અઢી લાખના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતાં. રાજનાથ સિંહ દ્વારા શહીદ વીર જવાનોના પરિવારનું સન્માન કરવાની સાથે પાકિસ્તાન સામે પણ આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે પરિવારે પણ મીડિયાના કેમેરા સામે લાગણી વ્યક્ત કરતા ભાવુક થઈ ગયા હતા. જ્યારે પુલવામામાં શહીદ થયેલ રમેશ યાદવની પત્નીની આંખોમાં પણ અશ્રુ જોવા મળ્યા હતાં. તેમને આંખોમાં અશ્રુ સાથે પોતાના પરિવાર પર વીતેલી આપવીતી મીડિયા સમક્ષ વર્ણવી હતી.