વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ નીચેથી મળી આવ્યો મૃતદેહ - Navagraha Temple
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ પ્રતાપનગર બ્રિજની નીચે આવેલા નવગ્રહ મંદિરની પાસેની વર્ષો જૂની વાવમાં એક વ્યક્તિનો મૃતદેહ હોવાની માહિતી ફાયર બ્રિગેડ અને પોલીસને મળી હતી. જેના પગલે ફાયર બ્રિગેડના જવાનોએ વાવમાં ઉતરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. વાડી પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કે, પ્રાથમિક ધોરણે અકસ્માતના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ બાદ જ હકીકત જાણવા મળશે.