જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનનો પાર્થિવ દેહને તેમના વતન સાયલા લવાયો - martyred in Jammu and Kashmir
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા(જી) ગામના 21 વર્ષીય જવાન રઘુભાઈ બાવળીયા જમ્મુ કાશ્મીરમાં લેહ ખાતે ફાયરિંગની ઘટનામાં શહીદ થયા હતા. રઘુભાઈ 18 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા હતા. રઘુભાઈ શહીદ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પોતાના માદરે વતન લાવવામાં આવ્યો હતો. ત્યારે સાયલા તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સાથે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા, કિરીટ સિંહ રાણા, ઋત્વિક મકવાણા, ચેતન ખાચર, શંકર વેગડ, સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી શહીદ રઘુભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.