અંબાજી ખાતે અંબાજી ઉત્સવ કાર્યક્રમમાં વિવિધ 13 કૃતિઓ રજૂ કરવામાં આવી - અંબાજી ઉત્સવ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોની કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કલાવૃંદ દ્વારા વિવિધ રંગારંગ પારંપારીક લોક કલાઓ રજૂ કરવામાં આવી હતી. અંબાજી ઉત્સવ કાર્યક્રમમાં વિવિધ 13 જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી, આ કાર્યક્રમો થકી લોકોમાં ભક્તિનો માહોલ જાગે અને નવોદિત કલાકારોમાં છુપાયેલી કલા પણ નીખરે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.