પોરબંદરમાં 'મહા' વાવાઝોડાના પગલે તંત્રની સતર્કતા કે બેદરકારી ? - porbandar maha
🎬 Watch Now: Feature Video
પોરબંદર: 'મહા' વાવાઝોડું ગુજરાતમાં આવવાની શક્યતા છે, ત્યારે શનિવારના રોજ વહીવટીતંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ, ચોપાટી પર અનેક સહેલાણીઓ વેકેશન હોવાથી વધુ સંખ્યામાં આવી રહ્યા છે અને દરિયાના મોજામાં જઈને પરિવાર સાથે અને મિત્રો સાથે સેલ્ફી પાડી રહ્યા હતા. જે બાબતે કોઈ જ પ્રકારની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી નથી. આ ઉપરાંત તંત્ર દ્વારા ચોપાટી પર સૂચના બોર્ડ અને કોઇ સુરક્ષા જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા નથી. હાલ તો તંત્રની તૈયારી નહીં પરંતુ, બેદરકારી સામે દેખાઇ રહી છે. વધુ પવન અને વાવાઝોડાના પગલે કોઇ મોટો અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ચોપાટી પર સૂચન બોર્ડ અને સુરક્ષા જવાનો તૈનાત ક્યારે કરશે તે હવે જોવાનું રહ્યું.