વડોદરા સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ACPએ તપાસ સંભાળી - Home Minister of Gujarat
🎬 Watch Now: Feature Video
વડોદરા : જિલ્લા SOGના તાત્કાલિન PIના પત્ની ગુમ થવાના મામલે ગઇકાલે બુદવારે તપાસનો ચાર્જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લીધો હતો. વડોદરા કરજણનો બહુચર્ચિત SOG તાત્કાલિક PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના કેસમાં હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. આ અત્યાર સુધીની તપાસ DYSP કલ્પેશ સોલંકી કરી રહ્યા હતા. આ દરમિયાનન ગુજરાતના ગૃહપ્રધાન દ્વારા આ તપાસ ATS અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવતા આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ડી. પી. ચુડાસમાએ કરજણ ખાતે પહોંચીને તપાસના કાગળિયા લઈ તપાસ માટેની તજવીજ હાથ ધરી હતી.