નીતિન પટેલના વિવાદિત નિવેદન મુદ્દે ઠાકોર સમાજે, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - વિધાનસભા સત્ર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: તાજેતરના વિધાનસભા સત્ર દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કથિત ઠાકોર–ક્ષત્રીય સમાજ અંગે વિવાદિત નિવેદન કરતા ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિય-ઠાકોર સંગઠનોમાં રોષ વ્યાપી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ ક્ષત્રિય-ઠાકોર સેનાએ રોષ ઠાલવ્યા પછી અરવલ્લીના બાયડમાં ક્ષત્રિય-ઠાકોર સમાજના અગ્રણીઓ અને યુવાનોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો.