પોરબંદરમાં ફેસ ટુ બંદર સર્વે માટે ગાંધીનગરથી પહોંચી ટીમ, માછીમાર સમાજના આગેવાનો સાથે કરી મુલાકાત - Gandhinagar News
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં ફેસ 2 બંદર કુછડી પાસે બનાવવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ, માછીમાર સમાજ દ્વારા અનેક આંદોલનો અને ઉગ્ર રજૂઆત બાદ સરકાર દ્વારા કુછડી પાસે ફેસ-2 બંદર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે ઘણા સમય બાદ ગાંધીનગરથી આજે એક ટીમ પોરબંદર ખાતે આવી હતી અને પોરબંદરના જુના બંદર ખાતે સર્વે હાથ ધર્યો હતો અને પોરબંદરના માછીમારો સમાજના આગેવાનો સાથે મુલાકાત પણ કરી હતી અને ફેસ ટુ અંગેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી ત્યારે હવે સરકાર દ્વારા હવે ફેસ ટુ બંદરનું કાર્ય કેટલી ઝડપે થાય છે તે જોવાનું રહ્યું. જો કે, આ આગાઉ ગત 5 તારીખે માછીમાર સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરી હતી.
Last Updated : Aug 14, 2020, 2:48 PM IST