વડોદરાની સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી - વડોદરા શિક્ષકો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8239699-175-8239699-1596162569108.jpg)
વડોદરા: શહેરની સ્વનિર્ભર શાળાના શિક્ષકો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જે પ્રકારે ફી મુદ્દે હાઇકોર્ટની ફટકાર અને સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. તેને લઈને શિક્ષકો અને સ્વનિર્ભર શાળાના કર્મચારીઓની હાલત કફોડી બની છે. ત્યારે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શિક્ષકો કર્મચારીઓને રાહત પેકેજ આપવાની માંગ સાથે વાલીઓને પણ ફી ભરવા માટે અપીલ કરી હતી. તેથી સ્વનિર્ભર શાળાના શિક્ષકો અને કર્મચારીઓના પગાર કરી શકાય. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.