સુરેન્દ્રનગરમાં તાલુકા સંવાદ કાર્યક્રમમાં હાર્દિક પટેલે આપી હાજરી - Hardik Patel in Surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા દરેક જિલ્લામાં તાલુકા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જિલ્લામાં ચુડા, સડલા, સાયલા અને વઢવાણ ખાતે સંવાદ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમજ આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગી કાર્યકરોને આહવાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ઉપપ્રમુખ કાંતિભાઈ ટમાલીયા, પ્રમુખ મનુભાઇ પટેલ, શહેર પ્રમુખ કમલેશ કોટેચા તેમજ હોદેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.