વેરાવળમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લીલા શાકભાજીના શાકોત્સવનું આયોજન કરાયું. - VERAVAL NEWS
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથ : વેરાવળમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વનો ગણાતો શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ શાકોત્સવમાં રીંગણા, વાલોર, વટાણા, કોબીઝ, ટામેટા, ડ્રાઈફુટ મળી 200 કીલોનું શાક બનાવવામાં આવ્યું હતું. તેની સાથે બાજરીના પ્રાચીન પધ્ધતીથી બનેલા રોટલા, કઢી, ખીચડી સાથે ભવ્ય શાકોત્સવ ઊજવવામાં આવ્યો હતો. જેમાં વડતાલના નાના લાલજી પુષ્પેન્દ્ર પ્રસાદ તેમજ વિવિધ સંતો મહંતો સહિત હજારો હરીભક્તોએ ભક્તિભાવ સાથે સત્સંગ અને પ્રસાદનો લાભ લીધો હતો.
TAGGED:
girsomnath Shakotsav