Suspected case of Omicron in Navsari: UKથી આવેલા ડોક્ટર કોરોના પોઝિટિવ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું - Corona tests of people coming from abroad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2021, 12:39 PM IST

નવસારી જિલ્લામાં એક અઠવાડિયા પહેલા UKથી આવેલા એક તબીબ કોરોના પોઝિટિવ (Suspected case of Omicron in Navsari) આવતા જિલ્લા આરોગ્ય વિભાગ (Navsari District Health Department) દોડતું થયું છે. 50 વર્ષીય તબીબનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન (Doctor quarantine in private hospital) કરવામાં આવ્યા છે. તો અત્યારે ગાંધીનગરની લેબમાં તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 10 દિવસ પછી આવવાની સંભાવના છે. જોકે, ઓમિક્રોન વેરિયન્ટ છે કે, કેમ એ રિપોર્ટ પછી જ ખબર પડશે. જિલ્લા આરોગ્ય વિભાગના બીમારી નિયંત્રણ અધિકારી ડો. મેહુલ ડેલિવાળાએ જણાવ્યું હતું કે, વિદેશથી આવનારા પ્રવાસીઓ, જે મુંબઈ, દિલ્હી કે અમદાવાદ કે અન્ય એરપોર્ટ પર ઉતરે છે. તેમની યાદી કેન્દ્ર અને ગુજરાત સરકાર જિલ્લા આરોગ્ય વિભાગને મોકલે છે. આ યાદીને આધારે આરોગ્યના મેડીકલ ઓફિસર વિદેશથી આવતા લોકોના RT-PCR ટેસ્ટ (Corona tests of people coming from abroad) કરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં હાઈ રિસ્ક દેશો સિવાયના દેશોમાંથી 187 લોકો આવ્યા છે. જ્યારે 12 હાઈ રિસ્ક દેશોમાંથી 34 લોકો આવ્યા છે, જેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. આમાંથી UKથી આવેલા ડોક્ટર પોઝિટીવ આવ્યા છે. એટલે તેમના પરિવાર અને સંપર્કમાં આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.