વીડિયો વાઈરલ થયા બાદ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલમાં જાહેરનામા ભંગની ખાતરી કરવા મામલતદાર પહોંચ્યા - VINAYAK ORTHOPADIC HOSPITAL
🎬 Watch Now: Feature Video
લુણાવાડાઃ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલમાં સરકારના જાહેરનામા મુજબ સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવતું નથી અને સરેઆમ જાહેરનામનો ભંગ થઈ રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા પ્રાંત અધિકારી બ્રિજેશ મોઢિયાનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર શીલાબેન નાયક તપાસ અર્થે વિનાયક હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. હોસ્પિટલને નોટિસ ફટકારી માસ્ક ન પહેરનાર 17 વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી.