સુરેન્દ્રનગર બાર એસોસિએશનમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ - વકીલ બાર એસોસીએશનની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે વકીલ બાર એસોસીએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 350 વકીલમાંથી 229 વકીલે મતદાન કર્યું હતું. મતદાન થયા બાદ ચૂંટણીના રિઝલ્ટમાં પ્રવિણસિંહ ઝાલાને 181 મત અને પ્રમુખ માટે દાવેદારી કરનારા સાજીદભાઈ કારીયાણીને 41 મળ્યા હતા. જેથી 140 મતની સરસાઇથી પ્રવિણસિંહ ઝાલાનો પ્રમુખ પદ માટે વિજય થતા ફરી પ્રમુખ પદે નિયુક્ત થયા છે. આ ચૂંટણીમાં અધિકારી તરીકે જે.કે.દવે, ચિંતનભાઈ ખોખરા અને રોહિતભાઈ સાપરા રહ્યા હતા. વકીલ બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં ઉપ-પ્રમુખ પદે દિગ્વિજય સિંહ ઝાલા અને દિપાલીબેન શાહની બિનહરીફ વરણી થઈ હતી. આ ઉપરાંત સેક્રેટરી તરીકે કે.બી.વસવેલીયા અને જોઇન્ટ સેક્રેટરી તરીકે રવિભાઈ માંડલિયાની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.