સુરતમાં શાકભાજી વિક્રેતાઓએ શર્ટ કાઢી કરી નારેબાજી - સુરત મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video
સુરત: પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર ચોક ખાતે શાકભાજી અને ફ્રૂટની લારીઓ લઈને ઘણા લોકો રોજી રોટી મેળવી રહ્યાં છે. ત્યારે શાકભાજી તેમજ અન્ય લારીઓ પર ધંધો કરતાં વિક્રેતાઓ પાલિકાની કામગીરીથી રોષે ભરાયા હતા. જેથી તેઓએ શોષણ થતું હોવાના આક્ષેપ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. તેઓના મત મુજબ લોકડાઉન બાદ તેમનો ધંધો પડી ભાગ્યો છે. પરિવારનું ગુજરાન ચલાવવામાં મુસીબત પડે છે. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ છાશવારે આવીને તેમની લારીઓ જપ્ત કરી દંડ ફટકારે છે. વિક્રેતાઓએ કહ્યું હતું કે, અમને ધંધો નહી કરવા દેવામાં આવે તો અમારા પરિવારના હાલ બેહાલ થઈ જશે.