સુરતમાં પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ, તલવારથી કેક કાપી જન્મદિવસની કરાઇ ઉજવણી - birthday celebration news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5137471-thumbnail-3x2-sur.jpg)
સુરત: શહેરમાં જાહેર સ્થળો પર તલવારથી કેક કાપવાની ફેશન વધી રહી છે. ત્યારે ફરી એક વાર પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. એક યુવક દ્વારા જાહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટની બાજુમાં ઉભા રહીને મોપેડ સ્કૂટરની સીટ પર તલવારથી કેક કાપીને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલી વિસ્તારનો હોવાનું જાણવામાં મળ્યું છે.