જનતા કરફ્યૂ: સુરતી લાલાઓએ ઈમરજન્સી સેવા આપનારા તમામ કર્મચારીઓનું અભિવાદન કર્યું - coronavirus latest news
🎬 Watch Now: Feature Video

સુરત: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતા કરફ્યૂની અપીલ કરી હતી. જેને સુરતીઓએ સ્વયંભૂ રીતે પાલન કરી બંધ રાખ્યું હતું. દેશભરમાં ઇમરજન્સી સેવા આપનારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિવાસી વન પર્યાવરણ પ્રધાન ગણપતસિંહ વસાવા પણ હાજર રહ્યા હતા. સુરતી લાલાઓએ થાળી વગાડી તેમની સેવાઓને બિરદાવી હતી. શંખ અને ઘંટ વગાડી તમામ સેવાભાવી લોકોનું અભિવાદન કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણ નિમિત્તે એપાર્ટમેન્ટમાં 150 મીટર લાંબો તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો.