સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાના આરોપીની ધરપકડ - મોબાઈલ સ્નેચિંગ આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
🎬 Watch Now: Feature Video
સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના કુલ 14 જેટલા ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી વર્ષ 2016માં અઠવા પોલીસ મથકમાં રાયોટીંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. તે ઉપરાંત આરોપી સાગરીત સાથે મોટર સાયકલ પર રસ્તે ચાલતા રાહદારીઓને નિશાન બનાવી મોબાઇલ ચોરી તેમજ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતો હતો. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.