સુરત કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું - surat congress latest news
🎬 Watch Now: Feature Video
સુરત: શહેર કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવાલાઇન્સ સ્થિત આયોજિત કાર્યક્રમમાં શહેર કોંગ્રેસની મહિલાઓ સહિતના કાર્યક્રમો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ મોંઘવારી ,આર્થિક મંદી,બેરોજગારી સહિત ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે સુરત શહેર કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓએ હાથમાં પ્લે-કાર્ડ લઈ વિવિધ મુદ્દે સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. સરકારને જગાડવા માટે કોંગ્રેસીઓ દ્વારા થાળી-વેલણ વગાડી સરકાર સામે નારેબાજી પણ કરવામાં આવી હતી.