પાક. વિવાદીત નકશાને લઈ સુરત AAP કાર્યકર્તાઓનો વિરોધ, 20થી વધુની અટકાયત - પાકિસ્તાનના વિવાદિત નકશાને લઈ સુરત આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ
🎬 Watch Now: Feature Video
સુરત: ભારતના અભિન્ન અંગે એવા વિસ્તારોને પાકિસ્તાન દ્વારા અનઅધિકૃત રીતે પાકિસ્તાનના નકશામાં સમાવેશ કરવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા સુરતના અઠવાગેટ ખાતે પાકિસ્તાનના પીએમનો પૂતળા દહનનો કાર્યક્રમાં યોજાયો હતો. જો કે, પૂતળા દહન થાય તે પહેલા જ પોલીસે આમ આદમી પાર્ટીના 20 કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા એક પાકિસ્તાનનો નકશો જાહેર કરાયો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના જૂનાગઢ અને માણાવદરને પણ પાકિસ્તાનના નકશામાં સમાવેશ કરાયો છે.