પાટણમાં ખાલકશા પીર રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરાયું - પાટણ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2020, 6:49 PM IST

પાટણઃ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે કેન્દ્ર સરકારની અમૃતમ યોજનામાંથી રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટ પૈકી 1 કરોડ 22 લાખના ખર્ચે શહેરના ખાલકશા પીર રોડથી શિશુ મંદિરને જોડતી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનનું ખાતમુહુર્ત શનિવારે પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે, ત્યારે આ નવીન સ્ટ્રોમ વોટર ડ્રેનેજની પાઈપ હયાત પાઇપ લાઈનમાં જોડવાથી આ વિસ્તારમાં ભરાઈ રહેતા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.