વીરપુર અને જસદણમાં ગાજ વીજ સાથે વરસાદ શરૂ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જસદણ પંથકમાં અને જેતપુરના યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુરુવારે સવારથી જ અસહ્ય બફારા બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણ પંથકના વડોદ, નવાગામ, સોમલપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.