સુરતમાં ઓનલાઈન એજ્યુકેશન શરૂ - સુરતમાં ઓનલાઈન એજ્યુકેશન
🎬 Watch Now: Feature Video
સુરત: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરાયેલી જાહેરાતના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની આશરે 1,600 જેટલી શાળાઓમાં ફરી ઓનલાઈન એજ્યુકેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાના નિર્ણય બાદ રાજ્ય સરકારે જાતે વિદ્યાર્થીઓના હિતમાં સમિતિની રચના કરી ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડવાની જાહેરાત કરી હતી. જે બાદ બે દિવસની અંદર જ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પોતાનો નિર્ણય પરત ખેંચી ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવાનો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. જો કે, ઓનલાઇન એજ્યુકેશનની ફી અંગે મંડળ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અંગે અડાજણની પ્રેસિડેનસી શાળાના આચાર્યે જણાવ્યું કે, વિધાર્થીઓનું શિક્ષણ વ્યય ન જાય અને કર્મચારીઓને પણ રોજગારી મળી રહે, તે આશ્રયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે શિક્ષકો, શાળા અને ઓનલાઈન એજયુકેશન અંગે નિભાવ ફી પણ જરૂરી છે. જેથી વાલીઓ આ અંગે સંવેદનશીલતા સમજે તે જરૂરી છે. રાજ્ય સરકારના ઠરાવ સામે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે, જે અંગેની કાનૂની લડત હાલ ચાલુ છે.