અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં સિંહ પરિવારનો માર્ગ પર અડીંગો - ગીર વિસ્તારમાં સિંહ
🎬 Watch Now: Feature Video
અમરેલી: જિલ્લાના ખાંભામાં સિંહ પરિવારે માર્ગ પર અડિગો જમાવતા ખેડૂતોની સાથે ખેત મજૂરોમાં ભય જોવા મળી રહ્યો હતો. સરકડીયા ગામમાં એક સિંહ, બે સિંહણ અને બાદમાં 7 સિંહ મુક્ત મને વિહરતા જોવા મળી રહ્યા હતાં. જેને લઈને ખેડૂતો અને ખેત મજૂરોએ સિંહના ભયની વચ્ચે ખેતરોમાં જવાનું ટાળ્યું હતું. આ સિંહ પરિવારે કોઈ ખેડૂત કે મજૂરને હજુ સુધી કોઈ પણ નુકસાન કર્યું નથી. સિંહ પરિવાર માર્ગ પર જોવા મળતા ખેતરમાં કામ કરતા મજૂરો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.