જામનગરના યુવા સિંગરે વડાપ્રધાન મોદી પર બનાવ્યું સોંગ, જુઓ Video - GujaratiNews
🎬 Watch Now: Feature Video
જામનગર: યુવા કલાકારે "એક જવાન આયા" નામનું સોંગ બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભવ્ય જીતને સમર્પિત કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર અને તેમની કાર્યશૈલી પર આધારિત આ ગીતની રચના જામનગરના જાણીતા ગાયક કલાકાર પ્રવિણકુમારે કરી હતી તો તમણે આ ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો છે. આ ગીતનું હેતું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય વિજય મેળવા પર છે. આ વિડીયો સોંગનું અનાવરણ જામનગરના સર્કિટહાઉસ ખાતે કરવામાં આવ્યું હતું.જ્યારે વડાપ્રધાન તેમના ભવ્ય વિજય બાદ પ્રથમવાર ગુજરાતમાં એમના માતૃશ્રી હીરાબાના આશીર્વાદ લેવા પધાર્યા હતા, ત્યારે આવા શુભ અવસરે જામનગરમાં "એક જવાન આયા" ના સોંગનું અનાવરણ કરવામાં આવ્યું.