કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવી છે તેવા કેવડિયામાં સ્થાનિક લોકો પણ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓને ઊંચાઈ પર ચઢીને વિરોધ કરવા ટેવાયા હોય એમ લાગી રહ્યું છે. જેના કારણે હવે મોબાઈલ ટાવરને સુરક્ષા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોબાઈલ ટાવરને આપી સુરક્ષા
કેવડિયામાં 200 ફૂટ ઊંચે મોબાઈલ ટાવર પર ચઢીને સ્થાનિક અસર ગ્રસ્તો અને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરે છે. આવા એક પછી એક એમ ત્રણ બનાવ બનતા વહીવટી તંત્ર દ્વારા તમામ ટાવરની ચારેય તરફ તાર સેન્સિંગ કરીને હોમગર્ડ જવાનોને સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે.
મુક્યા કે હવે પછી કોઈ ચઢે નહીં પણ આવી સુરક્ષા ક્યાં સુધી સ્થાનિકોને ટાવર ઉપર ચઢતા અટકાવશે? તેમના પ્રશ્નને હલ કરવા મુખ્યમંત્રીએ જાતે આગળ એવી કોઈ ચોક્કસ નિર્ણય લાવવો પડશે. નહીં તો કેવડીયા સહિત નર્મદા ડેમના અસરગ્રસ્તો પોતાની માંગ માટે લડતા રહેશે અને તંત્ર આશ્વાસન આપતા રહેશે.
ધારસભ્યએ શું કહ્યું?
આ બાબતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને કોઈ તકલીફ કે ફરિયાદ હોય. કોઈ જૂની માંગણી હોય તો યોગ્ય જગ્યાએથી નિકાલ થાય તો જ હલ થાય. કેવડિયાના ભાઈઓની જે માંગ હતી તે મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. અને આવી રીતે ટાવર પર ચઢવું યોગ્ય નથી. કેમ કે તે જોખમી છે. જીવન ખૂબ કિંમતી છે. આવા વિરોધથી કોઈ જાનહાનિ થાય તો પરિવાર મુશ્કેલીમાં મુકાઇ. એના કરતાં યોગ્ય જગ્યાએ યોગ્ય રજુઆત કરવી જોઈએ એવી વાત કરી હતી.
આ પણ વાંચો: