ETV Bharat / state

બનાસ ડેરીમાં પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાનું કૌભાંડ, 20 લાખનો દંડ ફટકારાયો - BANAS DAIRY

કમિટી સમક્ષ ગ્રાહકે પોતે પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવા માટે ટેસ્ટરોને પગારમાંથી હપ્તો આપવા માટેનું સેટિંગ ગોઠવ્યુ હોવાની કબૂલાત કરી હતી.

બનાસ ડેરી સાથે છેતરપિંડી
બનાસ ડેરી સાથે છેતરપિંડી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 11 hours ago

બનાસકાંઠા: પાલનપુરના સેમોદ્રા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાની ગેરરિતી બનાસ ડેરીની ટીમની તપાસમાં બહાર આવતા બનાસ ડેરી દ્વારા 20 લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે હવે આ રકમ વસુલ કરવા અને આર્થિક છેતરપિંડી આચરવા માટે સેટિંગ કરવા મામલે કર્મચારીઓ સહિત ગ્રાહકો સામે ફરિયાદ નોંધાઈ છે.

બનાસ ડેરી સાથે છેતરપિંડી (ETV Bharat Gujarat)

કેવી રીતે આવ્યું કૌભાંડ?
તમે કહેવત તો સાંભળી હશે કે "દૂધનું દૂધ અને પાણીનું પાણી" કંઈક આવો જ મામલો પાલનપુર તાલુકાની સેમોદ્રા ઉત્પાદક મંડળીમાં સામે આવ્યો છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવાનું કર્મચારી સાથે સેટિંગ ગોઠવી ગેરરીતિ આચરનારા ગ્રાહકોનું હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. બનાસ ડેરીની ટીમની તપાસમાં મોટો ઘટસ્ફોટ થતા 20 લાખ રૂપિયાનો દંડ બનાસ ડેરી દ્વારા સેમોદ્રા દૂધ ઉત્પાદક મંડળીને આર્થિક નુકશાન પહોંચાડવા બદલ ફટકારવામાં આવ્યો છે.

ટેસ્ટરો સાથે સેટિંગ કરી
બનાસ ડેરીની ટીમની તપાસમાં મામલો સામે આવ્યા બાદ કમિટી સમક્ષ ગ્રાહકે પોતે પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ મેળવવા માટે ટેસ્ટરોને પગારમાંથી હપ્તો આપવા માટેનું સેટિંગ ગોઠવ્યુ હોવાની કબૂલાત કરી હતી. જોકે તે ગ્રાહકો અને સેટિંગ ગોઠવાનારા ટેસ્ટર કર્મચારી સાથે ફરજમાં ધ્યાન ન રાખનારા મંત્રી પાસેથી દંડ વસૂલવા માટે કમિટી દ્વારા પ્રયાસ કરાયા હતા. પરંતુ દંડની રકમ ન ભરી સેમોદ્રા ડેરીને આર્થિક નુકશાન ભરવા માટે મજબુર કરનારા સામે આખરે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

દંડની રકમ ન ભરતા કરાઈ પોલીસ ફરિયાદ
ફરિયાદ કરનાર ડેરીના ધનરાજભાઈ પટેલે કહ્યું કે, ગ્રાહકો પાણીવાળું દૂધ ભરાવે અને તેમને અલગથી બરણીમાં લાવેલા સારા દૂધમાંથી ઊંચા ફેટ મળે તે માટે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું બનાસ ડેરીના ધ્યાને આવતા ટીમ દ્વારા ખેતરમાં પહોંચી યોગ્ય તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે બનાસ ડેરી દ્વારા 20 લાખનો દંડ ડેરીને ફટકરવામાં આવતા આટલી મોટી રકમનુ સેમોદ્રા ડેરીને આર્થિક નુકશાન પહોંચાડી દંડની રકમ ભરવાનો ઈન્કાર કરતા અને ખોટી રીતે ગેરરીતિ કરી પાણીવાળું દૂધ ભરાવવા માટેની ગોઠવણ કરતા ગ્રાહકો, કર્મચારીઓ તેમજ ફરજમાં જવાબદાર ઠેરતા મંત્રી સામે ફરિયાદ કરવામાં આવી છે.

મહત્વનું છે કે બનાસ ડેરીમાં પાણીવાળું દૂધ ભરાવી ઊંચા ફેટ સાથે વધુ પૈસા મેળવવાની લાલચમાં આ ગ્રાહકે ગેરરીતિ આચરી સેટિંગ તો ગોઠવ્યુ પરંતુ બનાસ ડેરીની ટીમે આ સેટિંગ અને ગેરરીતીનો પર્દાફાશ કરી દીધો છે. જેના કારણે હવે સાત લોકો કાયદાની સકંજામાં આવી ગયા છે અને તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી છે.

આ પણ વાંચો:

  1. વિશ્વ સાડી દિવસ: એક લાખથી માંડી 25 લાખ સુધીની સાડીઓ પહેરે છે ગરવી ગુજરાતણ
  2. અમદાવાદ: પોલીસને તલવાર બતાવનારના ઘરે ફર્યું બુલડોઝર, છાપરાના મકાનમાં CCTV રાખ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.