અરવલ્લીમાં તસ્કરોએ ATMને નિશાન બનાવી, 6 લાખથી વધુની લૂંટ કરી - Central Bank of India
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં સોમવારે રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બાયડ નજીક આવેલા ડેમાઈ ગામમાં પોલીસ આઉટ પોસ્ટ નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાં લૂંટારૂંઓની ગેંગ ત્રાટકી હતી. જેને ATM મશીન તોડી રૂપિયા 6 લાખ 43 હજારની ચોરી કરી હતી. બાયડના પાવન પ્લાઝા નજીક આવેલા કેનરા બેંકના ATMમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, તસ્કરો તેમાં સફળ થયા નહોતા.