2018 માં કાળા વાવટા બતાવનારા વેપારીઓને સ્મૃતિ ઇરાની માર્યો ટોન્ટ, બેન તો લાગણી રાખશે જ
🎬 Watch Now: Feature Video
સુરત: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જયારે સુરત સિટેક્ષના ઉદ્ઘાટન માટે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે મજાક મજાકમાં ટોન્ટ મારી ગયા હતા. આજ હોલમાં 2018માં કેટલાક વેપારીઓએ તેમને કાળા વાવટા બતાવ્યા હતા. ઈરાનીને આ વાત યાદ રહી ગઈ અને કાર્યક્રમમાં કહ્યું હતું કે, એક બાજૂ બેન કહો છો, બીજી બાજૂ વાવટા બતાવો છો...પરંતુ બેનનો પ્રેમ ઓછો નહીં થાય, બેનની સામે વાવટો ફેરવો તો પણ બેન તો લાગણી રાખશે જ. મેન મેડ ફાયબરને પ્રોત્સાહન આપવા સરકારે 10 હજાર કરોડનું પેકેજ આપ્યું છે. હાલ ચેમ્બરના ઉપપ્રમુખ અને કમિટી સભ્ય અશોક જીરાવાળા સહિત અન્ય વેપારીઓ દ્વારા કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. કાળા વાવટા બતાવનારા સ્ટેજ પર પણ જોવા મળ્યા હતા. તે જ વેપારીઓને 21-09-2018 માં સુરતમાં કાળા વાવટા બતાવ્યા હતા.