thumbnail

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વના એમઓયુ સાઇન કરવામાં આવ્યાં

By

Published : Feb 19, 2020, 4:26 PM IST

અમદાવાદઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકાર સાથે મહત્વના મુદ્દા પર એમ.ઓ.યુ સાઇન કરવામાં આવ્યાં છે. જેમાં 54 જેટલી સ્પેશિયલ બ્રાંચ દ્વારા સ્ટાર્ટર પ્રોજેક્ટમાં ફંડિંગ આપવા એમઓયુમાં સહમતિ દર્શાવી છે. અમદાવાદમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકાર સાથે એક મહત્ત્વના સમજૂતી કરાર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે નવા ઉદ્યોગ સાહસિક ગુજરાતમાં એમએસએમઇ એકમો સ્થાપવા માગે છે અને સમયમર્યાદામાં વર્કિંગ કેપિટલ અને પ્રોજેક્ટ પોસ્ટ માટે નાણાની સહાય મળી રહેશે.રાજ્યમાં વધતા જતાં ઔદ્યોગિક સહિત સર્વગ્રાહી વિકાસ તેમ જ દેશભરમાં સૌથી વધુ રિકવરી રેટથી એમ.એસ.એમ.ઈ વધુ સહાય લોન આપવા એમઓયુ સાઈન કર્યા છે. આ પ્રસંગે બેંકના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આ હેતુસર 54 જેટલી સ્પેશિયલ બ્રાંચ દ્વારા સ્ટાર્ટર પ્રોજેક્ટમાં ફંડિંગ આપવા એમઓયુમાં સહમતિ દર્શાવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.