ETV Bharat / state

વડોદરામાં ગેરકાયદેસર રેતી ખનન પૂરજોરમાં: સાંસદ ડો. હેમાંગ જોશી કરી મુખ્યમંત્રીને રજૂઆત

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓની કમર તોડવા માટે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

સાંસદ ડો. હેમાંગ જોશી કરી મુખ્યમંત્રીને રજૂઆત
સાંસદ ડો. હેમાંગ જોશી કરી મુખ્યમંત્રીને રજૂઆત (Etv Bharat Gujarat)

વડોદરા: જિલ્લાના ગ્રામ્ય તથા આસપાસના વિસ્તારોમાં ખનીજની સંપદા વિપુલ પ્રમાણાં આવેલી છે. પરંતુ તેનું ગેરકાયદેસર ખનન તંત્ર અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહ્યું છે. તેથી વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓની કમર તોડવા માટે મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ વિસ્તારોમાં ટીમો બનાવી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના પ્રથમ દિવસે તંત્ર દ્વારા કામગીરી આરંભી દીધી હતી.

વડોદરા ખાણ ખનીજ વિભાગની કચેરીની કેબીનો ખાલીખમ: વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા મુખ્યમંત્રીને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વહીવટી તંત્ર કામે લાગીને ચોપડે કામગીરી બતાવી દીધી. પરંતુ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ ખાન ખનીજ વિભાગની કચેરીમાં ફરજ ઉપરના કર્મચારીઓ કેબિનોમાં નજરે પડ્યા ન હતા અને આ કર્મચારીઓ હાલ ક્યાં ફરજ બજાવી રહ્યા છે? એ તો કોને ખબર? અધિકારીઓ પોતાની બિન્દાસ ગિરિમાં જ પોતાની ફરજ બજાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપરાંત આમને આમ લાઈટ અને પંખામાં બિલ આવતા પ્રજાના રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમ નજરે પડ્યું હતું. આ ભૂમાફિયાઓને અધિકારીઓના આશીર્વાદ ફળ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે.

વડોદરામાં ગેરકાયદેસર રેતી ખનન પુરજોરમાં
વડોદરામાં ગેરકાયદેસર રેતી ખનન પુરજોરમાં (Etv Bharat Gujarat)

જાણવા મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ ભૂમાફિયાઓ માત્ર દંડની રકમ પાઠવીને સંતોષ માનતા હોય છે. પરંતુ આ જ ભૂમાફિયાઓ ફરી એની એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન કરતા હોય છે. ખાણ ખનીજના અધિકારીઓ આ ભૂમાફિયાઓ સામે કેમ કડક કાર્યવાહી આરંભતા નથી? કેમ આ ભૂમાફિયાઓ સામે કડકમાં કડક સજા ફટકાડતા નથી? જે સવાલો ઊભા થઈ રહ્યો છે.

રૂપિયા 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો: વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ મીડિયાને આ મુદ્દે જણાવ્યું છે કે, 'જિલ્લા કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં દર વખતની જેમ આ સમયે પણ ગેરકાયદેસર ખનન અંગેની રજુઆત કરવામાં આવી હતી. અગાઉ દરોડા પહેલા માફિયાઓ એલર્ટ થઇ જતા હોવાનું ધ્યાને આવતા સિસ્ટમમાંથી માહિતી તેમના સુધી પહોંચતી હોવાની આશંકા હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નારેશ્વર પાસે બેકાપુરમાં મોટી રેડ કરવામાં આવી હતી. તેમાંથી કુલ રૂપિયા 9 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડમાં મોટી સંખ્યામાં વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. હવે તંત્ર દ્વારા આ લીઝ અંગેની માહિતી એકત્ર કરીને કસુરવારો સુધી પહોંચવા માટેની તૈયારીઓકરવામાં આવી રહી છે.'

ગેરકાયદેસર ખનનના કારણે માળખું નબળું પડી શકે છે: જાણવા મળતી માહિતી મુજબ ગેરકાયદેસર ખનન અનેક રીતે જોખમી છે. કોઇ માળખાની નજીક કરવામાં આવતા ગેરકાયદેસર ખનનના કારણે તે નબળું પડી શકે છે. જેથી તેના ઉપર રોક લગાવવું અત્યંત આવશ્યક છે. સાંસદ સાથે તમામ અન્ય લોકપ્રતિનિધીઓ દ્વારા પણ ગેરકાયદેસર ખનન રોકવા માટે એક પછી એક રજુઆતો કરવા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં અધધ 1,150 કિલો અખાદ્ય જથ્થો મળ્યો, RMC આરોગ્ય અને ફૂડ વિભાગની તવાઈ
  2. "વરસાદ બન્યો વિલન" : મગફળી ભીંજાઈ-ભાવ ગગડ્યા, ખેડૂતોએ ઠાલવી હૈયા વરાળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.