ETV Bharat / state

તું મને કહ્યા વગર મજૂરીએ કેમ ગઇ !.. ડભોઇમાં પ્રેમી પર પ્રેમિકાની હત્યાનો આરોપ - VADODARA CRIME

ડભોઇ વેગા ગામ પાસે આવેલ GIDC માં કામે આવેલા પ્રેમી યુગલ વચ્ચે ઘર્ષણ થતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે આરોપીને ઝડપી લીધો.

ડભોઇમાં પ્રેમિકાની હત્યા કરનારા આરોપી પ્રેમીને પોલીસે પકડી લીધો
ડભોઇમાં પ્રેમિકાની હત્યા કરનારા આરોપી પ્રેમીને પોલીસે પકડી લીધો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 1:51 PM IST

વડોદરા: ડભોઇના વેગા ગામ પાસે આવેલી GIDC માં 2 દિવસ અગાઉ કામ અર્થે આવેલા પ્રેમી પંખીડા વચ્ચે ઘર્ષણ થતા સંબંધોનો કરૂણ અંત આવ્યો છે. થોડાક દિવસો અગાઉ પ્રેમિકા તેના પ્રેમીને કહ્યા વગર જતા રહી હતી. જેનું તેના પ્રેમીને માઠું લાગ્યું હતું. જે વાતનો ખાર રાખીને પ્રેમીએ પ્રેમિકાના માથે લાકડાના ઘા મારીને પ્રેમિકાને નાખી હોવાનો આરોપ છે. જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલા પરિણીત હોવાનું અને 2 સંતાનોની માતા હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરવાની આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રેમી પર પ્રેમિકાની હત્યાનો આરોપ: ડભોઇના વેગા ગામ નજીક પ્રેમીએ પ્રેમિકાને લાકડાના ફટકા મારીને મારી નાખવાનો આરોપ છે. ત્યારબાદ આરોપી નાસી છૂટ્યો હતો. જે અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 2 દિવસ અગાઉ ડભોઇના વેગા ગામે આવેલી GIDCમાં કામ અર્થે આવેલા પ્રેમી પંખીડા વચ્ચેનો આખરી સંવાદ હતો કે,"તું મને કહ્યા વગર મજૂરીએ કેમ ગઇ.."! ત્યાર બાદ આરોપી પ્રેમી શૈલેષ કટારા અને 2 બાળકોની માતા પ્રેમીકા પ્રેમિલાબેન વચ્ચે ઝઘડો થયો હતો. જેના અંતે પ્રેમીએ લાકડાના ફટકા માર્યા હતા અને નાસી છુટ્યો હતો. અગાઉ મહિલા તેના પ્રેમીને કહ્યા વગર વાપી ખાતે મજુરી અર્થે જતા રહ્યા હતા. જે વાતનું પ્રેમીને લાગી આવતા સંબંધોનો કરૂણ અંત આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, 2 દિવસ પહેલા પ્રેમિલાબેન અને તેના સાવકા ભાઇને કામ અર્થે ડભોઇ લાવવામાં આવ્યા હતા.

ડભોઇમાં પ્રેમિકાની હત્યા કરનારા આરોપી પ્રેમીને પોલીસે પકડી લીધો (Etv Bharat Gujarat)

મહિલા તેના પ્રેમીને મૂકીને મજૂરીકામે ગઇ: ડભોઇના PI ઝાલાએ જણાવ્યું કે, ડભોઇ પોલીસ મથકમાં ગઇ કાલે રાત્રે એક બનાવ બનવા પામ્યો છે. જે અંગેની વિગત અનુસાર, પ્રેમિલાબેન વલવાઇની હત્યા કરવામાં આવી છે. આ ગુનાનો આરોપી તે મહિલાનો પ્રેમી શૈલેષ કટારા છે. જેઓ તેમની સાથે રહેતા હતા. અગાઉ પ્રેમિલાબેન આરોપી પ્રેમીને મૂકીને મજૂરી અર્થે જતા રહ્યા હતા. તે વાતનું મનમાં રાખીનેે ડભોઇ GIDCમાં તેઓ મજૂરી અર્થે આવ્યા હતા. ત્યાં ઝઘડો કરીને પ્રેમિલાબેનને માથામાં લાકડાના ફટકા મારીને આરોપી ભાગી ગયો છે. હાલ મૃતકના ભાઇની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો.

ડભોઇમાં પ્રેમિકાની હત્યા કરનારા આરોપી પ્રેમીને પોલીસે પકડી લીધો
ડભોઇમાં પ્રેમિકાની હત્યા કરનારા આરોપી પ્રેમીને પોલીસે પકડી લીધો (Etv Bharat Gujarat)

પોલીસે મોબાઇલ ટ્રેસ કરીને આરોપીને ઝડપ્યો: ડભોઇના વેગા પાસે GIDC નજીક રાઈસ મિલ નજીક શેડમાં એક દિવસ પૂર્વે શ્રમિક પ્રેમી પંખીડા વચ્ચે ઝઘડો થયા બાદ પ્રેમી શૈલેષ કટારાએ તેની પ્રેમિકા પ્રેમિલાબેન ઉપર લાકડાનાં ફટકાં મારી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે ડભોઇ પોલીસ DYSP આકાશ પટેલ, PI કે.જે. ઝાલાનાં માર્ગ દર્શન હેઠળ પોલીસ જવાનો દ્વારા LCB સહિત જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મોબાઈલ કોલ ટ્રેસ કરીને કોટંબી નજીક એક ખાડીમાં ઝાડીઓમાં છુપાઈ રહેલા આરોપી શૈલેષ કટારાને ઝડપી પાડી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. હિંમતનગર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી મળ્યા બે મહિલાના મૃતદેહ: મોતનું કારણ આવ્યું સામે
  2. પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા સહિત ચારની કરી ધરપકડ!, જાણો શું છે સમગ્ર મામલો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.