ટીંટોઇ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની લાલીયાવાડીના કારણે દર્દીઓની હાલત કફોડી,જૂઓ Video - દવાખાના
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4263491-thumbnail-3x2-sss.jpg)
અરવલ્લી: મોડાસા તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ટીંટોઇ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ સહિત સ્ટાફની અનિયમીતતાના કારણે નજીકના ગામડાઓ અને ટીંટોઇ ગામના દર્દીઓને સારવાર કરવવા માટે કલાકો સુધી ચાતક નજરે રાહ જોવી પડે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલવાનો સમય 9 વાગ્યોનો છે. છતાં પણ 11 વાગ્યા સુધી તબીબ સહિત મુખ્ય સ્ટાફ ફરજ પર હાજર થતા નથી. તબીબની રાહ જોઇને બેસી રહેલા બીમારીથી કણસતા લાચાર ગરીબ દર્દીઓ થાકીને ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા મજબુર બને છે. અત્રેના સ્ટાફનો સંપર્ક કરતા તેમણે સ્ટાફ ઓછો હોવાનો રાગ આલાપ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ટીંટોઇ કેન્દ્ર પર રોજના સરેરાશ 200 OPD હોય છે. એટલે સ્ટાફ વધારવા માટે જિલ્લા તેમજ તાલુકા આરોગ્ય અધિકારીને કેટલીય વાર અરજીઓ કરી તેમ છતાં તંત્રની ઉદાસીનતાના કારણે સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો નથી.
Last Updated : Aug 28, 2019, 7:43 AM IST