કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે શ્રાવણ મહિનાના કાર્યક્રમો મોકૂફ રખાયા - કેશોદના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જેથી અહીંયા દરવર્ષે શ્રાવણ માસના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માણેકવાડા માલબાપા મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, શ્રાવણ માસમાં યોજાનારા તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવશે.