જુઓ કચ્છના રણનો અદ્દભુત નજારો, સફેદ રણની જગ્યાએ મહાલે છે જાણે મહેરામણ - wonderful view
🎬 Watch Now: Feature Video
કચ્છ: સફેદ રણના પ્રવાસન પછી પ્રવાસીઓેને કચ્છનું ઘેલું લાગ્યું છે. કારણ કે સફેદ રણ તૈયાર થયા પછી પ્રવાસીઓ રણમાં પહોંચે છે પણ આજે ઈટીવી ભારત પહોંચ્યું છે. સફેદ રણમાં જે દર્શકોએ સફેદ રણ જોયું હશે તે પહેલી નજરે એમ જ સમજશે કે આ સફેદ રણ ન હોઈ શકે કારણ કે જે દ્રશ્યો નજરે પડે છે તેમાં તો જાણે કે, કોઈ મહાસાગર ઘુઘવી રહયો છે. હાલ પાણી છે. તે વરસાદનું પાણી છે. કચ્છમાં અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સારો વરસાદ પડે એટલે કચ્છના રણમાં આવા દ્રશ્યો જોવા મળે છે. આ વરસાદી પાણીમાં દરિયાના મોજાનું પાણી આવી પહોંચતા જ આવા નયનરમ્ય દ્રશ્ય ઉભા થાય છે. રણમાં પાણી ભરાવાની આ શરૂઆત એ વાતની સાબિતી છે કે રણોત્સવ માટે સફેદ રણ તૈયાર થવાની કુદરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પવનની સાથે પાણીના મોજા ચાલતા રહેશે. આ પછી પાણી જેમ જેમ આગળ વધીને દરિયામાં જતું રહેશે. ત્યારે ધરતી પર ખારું પાણી રહી જશે અને તેમાંથી પેદા થનાર મીઠા વડે પથરાયેલી સફેદ ચાદર કચ્છની ધરતી પર ઉભરી આવશે.