BCCI દ્વારા કરાયેલાં ધોનીના કોન્ટ્રાક્ટ ડ્રોપ અંગે SCAના પ્રેસિડન્ટે આપ્યું નિવેદન
રાજકોટ: BCCI દ્વારા મહેન્દ્રસિંઘ ધોનીનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ડ્રોપ કરવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રેસિડેન્ટ જયદેવ શાહે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે," મહેન્દ્રસિંઘ ધોનીનું ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન રહ્યું છે. BCCI દ્વારા ધોનીને વિશ્વાસમાં લઇને નિર્ણય કરવામાં આવ્યો હશે."