વડોદરા: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કોરોના પોઝિટિવ - કેતન ઇનામદાર
🎬 Watch Now: Feature Video
વડોદરા: જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ધારાસભ્યના કોરોના રિપોર્ટ અંગે તેમને ભાઈએ મીડિયાને જણાવ્યું છે. ઉલ્લેખીનય છે કે, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમની સારવાર ચાલી રહી છે. અક્ષય પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પોઝિટિવ રિપોર્ટ અંગે માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સોશિયલ ડિસ્ટેન્સ રાખવા અને માસ્કનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી.